


મોરબી એસઓજી ટીમે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્શોને ઝડપી લઈને સાડા નવ કિલો ગાંજો અને રીક્ષા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તા. 21 સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે તો ગાંજાની હેરાફેરી પ્રકરણમાં વધુ એક આરોપીને દબોચી લેવાયો છે
મોરબીના શનાળા રોડ પરના રામચોક ખાતે વોચ ગોઠવી એસઓજી ટીમે રીક્ષા નં જીજે ૦૩ એયુ ૬૮૦ પસાર થતા તેણે આંતરી ચેક કરતા રીક્ષામાંથી ૯ કિલો ૫૬૮ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા એસઓજી ટીમે આરોપી હાજી ગનીભાઈ ભટ્ટી અને હિતેશ પીતાંબર મારવાડી એમ બે ઇસમોને દબોચી લીધા હતા તેમજ ગાંજાનો જથ્થોની કિંમત ૫૭૪૦૭, બે મોબાઈલ કિંમત રૂપિયા ૧૦૦૦ હજાર, રીક્ષા કિંમત રૂપિયા ૨૫૦૦૦ અને રોકડ રૂપિયા ૨૬૦ આમ કુલ મળી ૮૩,૬૬૮ નો મુદમાલ જપ્ત કર્યો છે અને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ઝડપાયેલા બંને આરોપીની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંને આરોપીને તા. 21 ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે તો આ પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપી મહમદ બચુ ગાલમ નામના શખ્શને ગાંધી ચોક પાસેથી દબોચી લઈને આરોપીની વધુ પુછરપછ ચલાવી છે