


મોરબી જીલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના કરવામાં આવ્યા બાદ સંઘની કામગીરીની સમીક્ષા કરવા માટે શનિવારે વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવશે
મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. મયુર ડેરીની વાર્ષિક સાધારણ સભા તા. ૦૪ ને શનિવારના રોજ સવારે ૦૯ : ૩૦ કલાકે શ્રીજી હોલ, માર્કેટિંગ યાર્ડ નજીક યોજાશે જે વાર્ષિક સાધારણ સભામાં મયુર ડેરીના હોદેદારો અને સભ્યોને ઉપસ્થિત રહેવા સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.