


મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા તા. ૨૪ ના રોજ બપોરે ૦૩ : ૩૦ કલાકે મચ્છોયા આહીર સમાજ વાડી, નવલખી રોડ મોરબી ખાતે યોજાશે
જે વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની કામગીરીની સમીક્ષા કરવી, ગત વર્ષના નાણાકીય હિસાબની સમીક્ષા કરવી, આગામી વર્ષના હોદેદારોની નિયુક્તિ કરવી, આગામી વર્ષના કાર્યોની ચર્ચા કરવી અને અન્ય ઉપસ્થિત મુદાઓની ચર્ચા સહિતના એજન્ડાઓનો સમાવેશ કરવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ રામભાઈ વારોતરીયા અને મંત્રી મયુરભાઈ ગજીયાની યાદીમાં જણાવ્યું છે.

