હળવદની સાંદિપની ઈંગ્લીશ સ્કુલ ખાતે વાર્ષિક મહોત્સવ ઉજવાયો

હળવદની સાંદિપની ઈંગ્લીશ સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કુલના અંદાજિત ૬૦૦થી ૧૦૦૦ વિદ્યાર્થીઓએ જુદાજુદા કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાની નીત નવી કલાઓને પ્રદર્શિત કરી હતી. આ તકે શાળાના શિક્ષકગણ સહિત વાલીગણને વિદ્યાર્થીઓએ મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ઝાલાવાડની શૈક્ષણિક નગરી હળવદમાં સાંદિપની સ્કુલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં સાંદિપની સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિત ગીત, ગુજરાતી, મહારાષ્ટ્રીય રાસ – ગરબા, ફિલ્મ ગીતો, નાટકો, બેટી બચાવો અભિયાન, ધાર્મિક ગીત – ભજનો, યોગ વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. આ પ્રસંગે વાલીઓ તથા આંમત્રિત મહેમાનોને ઉત્સાહિત અને આનંદિત થયા હતા.

આ કાર્યક્રમનો શુભારંભ રણજીતગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી હરિભકિત સ્વામી દ્વારા દિપ પ્રાગટય કરાયું હતું. સાંદિપની શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જનમેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સાંદિપની સ્કુલના પરિવારે ખુબ જ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે સાંદિપની શાળા પરિવાર દ્વારા ઉપÂસ્થત સૌ લોકોનો આભાર વ્યકત કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat