“અન્નદાન, વિદ્યાદાન શ્રેષ્ઠદાન”મોરબી સતવારા સમાજ સેવા મંડળ દ્વારા આર્થીક રીતે નબળા કુટુંબો જરુરી સામગ્રી કીટ આપવા માં આવી .

મોરબી  સતવારા સમાજ સેવા મંડળ દ્વારા આજ રોજ જરુરીયાત મંદ તેમજ આર્થીક રીતે નબળા કુટુંબો ને સાતમ આઠમ ના તહેવાર નિમિતે જરુરી સામગ્રી કીટ આપવા માં આવી જે દર વરસે આપવામાં આપવા મા આવે છે. તેમજ દર મહિના ની પહેલી તારીખે પણ  ઘઉ,બાજરો,ચોખા અને મગ .અન્નદાન લેતા લાભાર્થીઓ તેમજ અન્યને માંદગી સમયે પાંચસો રુપીયાની દવાઓ આપવા મા આવે છે. મોરબી સતવારા નવગામ સમાજના સમૃધ ગુૃહસ્થોને દાન કે સહાય આપવી હોય તે પ્રમુખશ્રી કે મંત્રીશ્રી નો સંપર્ક કરી શકે છે.પ્રમુખ ગોવિંદભાઇ હડિયલ ,મંત્રી પ્રવિણભાઇ પરમાર .આ મંડળનો ઉદેશ સતવારા નવગામ જ્ઞાતિની સામાજીક અને આર્થીક ઉન્નતિ સાથે વિદ્યાર્થીઓની કેળવણી તેમજ આર્થીક રીતે નબળા દુ:ખી માણષોને અન્ન, વસ્ત્ર અને દવા રાહત આપવાની સેવા કરવાનો છે. અન્નદાન, વિદ્યાદાન અને આરોગ્યદાનની સેવા ૧૯૬૭ થી નાના પાયે શરુ કરી હતી. જેની ઉતરોતર પ્રગતિ થઇ રહી છે. આ પ્રવૃતિ – સેવા માટે આર્થીક સહાય કે દાન ની પણ જરુર રહે છે. મંડળના પ્રમુખ, મંત્રી તેમજ કાર્યરત સભ્યોના સધન પ્રયાસો થી અને સુખ ગૃહસ્થોના દાનથી આવક તેમજ સેવાકીય પ્રવૃતિ ચાલી રહી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat