


મોરબીના સામાકાંઠે આવેલી મહાપ્રભુજી બેઠક ખાતે આજે અન્નકૂટ દર્શન સહિતના ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે જાગ્યાના દર્શન, બાદમાં મંગલા દર્શન, ગોવર્ધન પૂજા દર્શન અને રાજભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોર બાદ અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યા હતા અને ઝારીજી સ્પર્શ સહિતના ધાર્મિક મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. મહાપ્રભુજી બેઠક ખાતે અન્નકૂટ દર્શનનો મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ લાભ લીધો હતો અને અન્નકૂટ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.