બગથળા ગામે બેસતા વર્ષ નિમિતે અન્નકૂટ અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ

દર વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ ૧ તા. ૦૮-૧૧-૨૦૧૮ ને ગુરુવારના રોજ બગથળા ખાતેના નકલંકની જગ્યા ખાતે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ તેમજ રાત્રીના ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે

જેમાં બગથળા ગામ સમસ્ત અને નકલંકજી જગ્યાના મહંત દામજી ભગત દ્વારા તા. ૦૮ ને ગુરુવારે સવારે ૯ વાગ્યાથી અન્નકૂટ દર્શન તેમજ સવારે ૦૯ : ૩૦ કલાકથી મહાપ્રસાદ યોજાશે અને રાત્રીના ૦૯ : ૩૦ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં ભજનિક લક્ષ્મણ બારોટ અને નિરંજન પંડ્યા અને હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા ભજનની રમઝટ બોલાવશે જે અન્નકૂટ દર્શન અને સંતવાણીનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat