સ્વરોજગારોના હેતુ ડેરી ફાર્મની યોજનાનો લાભ લેવા પશુ પાલકોને અપીલ

પશુપાલન ખાતુ , ગુજરાત રાજય, ગાંધીનગર દવારા વર્ષ ૨૦૧૮-૧૯માં રાજયના પશુપાલકો પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસાવી શકે તથા પશુપાલન વ્યવસાયના વિવિધ પાસાઓમાં રાજય સરકારશ્રીની આર્થિક મદદ ઉપલબ્ધ થાય તે માટે નવી સહાયકારી યોજના ‘‘સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાયની યોજના’’i-khedut પોર્ટલ પર ઓનલાઇન અમલી કરેલ છે. સદર યોજનાનો લાભ લેવા ઇચ્છતા તમામ પશુપાલકોએ વેબ સાઇટ http://www.ikhedit.gujarat.gov.inપર તા.૦૫/૦૭/૨૦૧૮ના સમયગાળામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઉપરોકત યોજનામાં લાભ લેવા માટે મોરબી જિલ્લાના પશુપાલકે ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે ચાલુ નાણાંકીય વર્ષ (૨૦૧૮-૧૯) માં માન્ય બેન્કમાંથી લોન મંજુર કરાવેલી હોવી જોઇએ. આ યોજનામાં ૧૨ દુધાળા પશુ ખરીદી માટે મેળવેલ બેન્ક લોન પર વ્યાજ સહાય તથા તે માટે પશુવીમા સહાય (ત્રણ વર્ષ માટે) તથા તેમના રહેઠાણ માટે કેટલશેડ બાંધકામ માટેસહાય (ફરજીયાત ધટકો) ઉપરાંત પશુપાલન વ્યવસાય માટે જરૂરી સાધનો જેવા કે ઇલેક્રિટ્રક ચાફકટર, મીલ્કીંગ મશીન, અને ફોગર સીસ્ટમ ખરીદી (મરજીયાત ધટકો) પર નાણાંકીય સહાય મળવાપાત્ર છે આ યોજના અંતર્ગત સહાયના ધોરણો તથા અન્ય જરૂરી વિગતો i-khedut પોર્ટલની ઉપરોકત દર્શાવેલ વેબસાઇટ પરથી જાણી શકાશે. આ અંગેની ઓનલાઇન અરજી કર્યા બાદ હાર્ડકોપી જરૂરી સાધનિક કાગળો સહ સંલગ્ન દૂધ ઉત્પાદક સહકારી સંધ મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરના મેનેજીંગ ડિરેકટરશ્રીને આગળની ધટતી કાર્યવાહી અર્થે મોકલી આપવાની રહેશે. જેની સર્વે લાભાર્થીઓએ નોંધ લેવા નાયબ પશુપાલન નિયામકશ્રી જિલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Comments
Loading...
WhatsApp chat