Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરમાં સેવાસેતુ કાર્યક્રમમાં લોહાણા સમાજ સાથે રાગદ્વેશ ? લેટર વાયરલ થયો

વાંકાનેર પંથકમાં પણ સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે સેવાસેતુ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જોકે કાર્યક્રમમાં પ્રોટોકોલ તોડીને લોહાણા સમાજના આગેવાનો સાથે અન્યાય કરવામાં આવતો હોય તેવો લેટર સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે

જે વાયરલ લેટરમાં વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, વાંકાનેર પાલિકાના ચેરમેન રાજ સોમાણી અને રાજગોર બ્રહ્મસમાજ અગ્રણી ગૌતમભાઈ ખાંડેખાની સહી નીચે જોવા મળે છે લેટરમાં રાજકોટ જીલ્લા અને મોરબી જીલ્લાના કહેવાતા ગોડફાધરનો લોહાણા સમાજના આત્મ સમાન પર ફરી બીજી વખત ઘા તેવું લખવામાં આવ્યું છે

તો લેટરમાં લખાયું છે જે સમગ્ર ગુજરાતમાં સેવાસેતુ કાર્યક્રમમાં સરકાર દ્વારા પ્રતિનિધિ નિયુક્ત કરવામાં આવ્યા છે વાંકાનેર શહેરના ભાજપ પ્રમુખે વાંકાનેર સેવા સેતુ કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ અતિથી વિશેષ અને મહાનુભાવો નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનને અતિથી વિશેષનું સ્થાન પ્રોટોકોલ મુજબ હોય પણ આ ગોડફાધર અને જીલ્લા ભાજપ પ્રમુખ લોહાણા સમાજને ભાજપથી અળગો કરી પાર્ટી સામે મુકવા માંગે છે ? લોહાણા સમાજની રાજકીય કારકિર્દી ખત્મ કરવા માંગે છે કે પછી લોહાણા સમાજની અળગો કરીને ભાજપને ખત્મ કરી નાખવા માંગે છે
વધુમાં લખ્યું છે કે ભાજપ પ્રમુખની અણ આવડતને હિસાબે જીલ્લા પંચાયત સળગે છે મોરબી પાલિકા સળગે છે એક જ પરિવારના ચાર વ્યક્તિને મુકીને તળપદા કોળી સમાજને અન્યાય કર્યો છે માલધારી સમાજને અન્યાય કર્યો છે આ ગોડફાધર રાજકોટ અને મોરબી જીલ્લાના દરેક મંડળમાં અલગ જૂથ પડાવી પોતાની મનસુફી મુજબ વર્તન કરે છે
શું લોહાણા સમાજ પર રાગદ્વેશ છે તો છે પણ વાંકાનેર નગરપાલિકામાં ક્ષત્રીય સમાજના અને બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન હોય તો શું ક્ષત્રીય સમાજ અને બ્રહ્મસમાજને ખત્મ કરી નાખવા માંગે છે જેથી આ લાગણી અને માંગણી હોય પાર્ટી હાઈકમાંડને આ બાબત ધ્યાને લેવા માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat