મોરબીમાં આંગણવાડી બહેનોએ કર્યો ચક્કાજામ

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ રાજ્યની એક લાખ જેટલી આંગણવાડી બહેનો પડતર પ્રશ્નોના તાકીદે ઉકેલની માંગ સાથે લડત આપી રહી છે. આંગણવાડી બહેનોની માંગણીઓ છે કે તમામ બહેનોને લઘુતમ વેતન જેટલું માનદ વેતન આપવું, નિવૃત્તિ મર્યાદા ૬૦ વર્ષ કરવી, જીલ્લા તાલુકા ફેર બદલીની એક વખત તક આપવી જોઈએ, વધારાની કામગીરી લેવાનું બંધ કરવા સહિતના વિવિધ પ્રશ્નો સાથે બહેનો આંદોલન ચલાવી રહી છે જેમાં આવેદન, રેલી અને ગાંધીનગરમાં ધરણા સહિતના કાર્યક્રમો બાદ પણ પ્રશ્નનો ઉકેલ નહિ આવતા બહેનો આક્રમક મૂડમાં આંદોલન ચલાવી રહી છે જેમાં આજે બહેનોએ નવા બસ સ્ટેન્ડ નજીક એકત્ર થઈને સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો અને રસ્તા રોકી ચક્કાજામ કરતા પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે ૧૦૭ બહેનોને ડીટેઈન કરીને પોલીસ મથકે લઇ જવામાં આવી હતી. આંગણવાડી બહેનોએ આજે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ સંતોષવા અને સરકારના કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવા આંદોલન કર્યું હતું.

Comments
Loading...
WhatsApp chat