અંધેર નગરી મોરબી : પાલિકાના કાઉન્સીલરના ઘર પાસે ભૂગર્ભ ગટરની બેફામ ગંદકી

 

મોરબી શહેર ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ મામલે પછાત જોવા મળે છે મોરબી નગરપાલિકા એ ગ્રેડની શ્રેણીમાં આવે છે જોકે પાલિકા તંત્ર નાગરિકોને સુવિધા આપવામાં થર્ડ ક્લાસ સાબિત થઇ રહી છે શહેરમાં ગંદકીની સ્થિતિ કેવી છે તે સમજવા દુર જવાની જરૂર નથી મોરબીમાં નગરપાલિકાના કાઉન્સીલરના ઘર પાસે જ બેફામ ગંદકી જોવા મળે છે છતાં પાલિકા તંત્રના અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને શરમ પણ આવતી ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

મોરબી શહેરમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે શહેરના મુખ્ય માર્ગો તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે નગરપાલિકાના વોર્ડ નં ૧૨ માં આવેલ હિંદુ ધર્મના રામદેવપીર મંદિર પાસે ભૂગર્ભ ગટર છેલ્લા ચાર દિવસ કરતા વધુ સમયથી ઉભરાઈ રહી છે અહી જ ભાજપના ચૂંટાયેલા સદસ્યનું ઘર પણ આવેલ છે અને વોર્ડ નં ૧૨ ના ચૂંટાયેલા સદસ્ય ચેરમેન છે છતાં વોર્ડમાં સફાઈ જેવી સામાન્ય કામગીરી થતી નથી

આ ઉભરાતી ગટરના પાણીના કારણે રવાપર મેઈન રોડ પર ચોમાસાના વરસાદના પાણીની જેમ આ ગટરના પાણી ઓ વહેવા લાગ્યા છે જેના કારણે વેપાર ધંધો કરતા દુકાનદારોને પણ વેપાર કરવામાં મુશ્કેલી રહે છે જેથી ભૂગર્ભ ગટર તાત્કાલિક સાફ સફાઈ કરાવી લોકોને મુશ્કેલીમાંથી ઉગારવા કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat