


મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ આસ્થાના પ્રતીક સમાન ધક્કાવાળી મેલડી મંદિરના સાનિધ્યમાં 21 વર્ષથી યોજાતી ધક્કાવાળી મેલડી ગરબી મંડળમાં સર્વજ્ઞાતિની 75 બાળાઓ પ્રાચીન પરંપરા મુજબ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે
અર્વાચીન યુગમાં પણ ધક્કાવાળી મેલડી મંદિર ગરબીનું આકર્ષણ ભક્તોમાં જોવા મળે છે તો ગરબી મંડળની આવક મંદિર ખાતે યોજાનાર સમૂહ લગ્નમાં વાપરવામાં આવે છે ગરબીના સફળ આયોજનમાં વિનુભાઈ ડાંગર, રઘુવીરસિંહ ઝાલા, મહેશભાઈ અનડકટ, નિલેશભાઈ વ્યાસ અને સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે