Billboard ad 1150*250

મોરબી : આંગણવાડી કાર્યકર-તેડાગરનું માતા યશોદા એવોર્ડથી સન્માન, Video

0 82
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી ખાતે સુપોષણ ચિંતન સમારોહ યોજાયો

        પ્રધાનમંત્રીના ‘‘સહી પોષણ દેશ રોશન’’ ના આહવાનને ચરિતાર્થ કરવા અને સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા મોરબી ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયાના અધ્યક્ષસ્થાને સંકલિત બાળ વિકાસ સેવા યોજના તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘‘સુપોષણ ચિંતન સમારોહ’’ યોજવામાં આવ્યો હતો.

Post ad 3

        આ પ્રસંગે સાંસદ કુંડારીયાએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સહી પોષણ દેશ રોશનના સ્વપ્નને પૂર્ણ કરવા આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ કાર્યક્રમનો ખરા અર્થમાં મુખ્ય ઉદ્દેશ એ છે કે, આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો તથા સમાજની બહેનોને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરવાનો છે.તેમણે જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને પોષણ કીટ આપી હતી. સાથો સાથ જિલ્લા ઘટક કક્ષામાં સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી બિરદાવ્યા હતા.

        આ તકે જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ ઉપસ્થિત સૌને સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી અને આ માટે હાથ ધરાયેલ વિવિધ યોજનાઓની વિસ્તૃત વિગતો આપી સરકારની કુપોષણ મૂકત ગુજરાતની કલ્પનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ પ્રાસંગિક સ્વાગત ઉદ્દબોધન કર્યું હતુ.

        સંકલિત બાળ વિકાસ સેવા યોજના તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ – ગાંધીનગર દ્વારા યોજાયેલ આ સુપોષણ ચિંતન સમારોહ અને સાડી ગણવેશ વિતરણ કાર્યક્રમમાં સાંસદશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ નિમિત્તે પોષણ કિટનું વિતરણ, જિલ્લામાં ઘટક કક્ષાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડના વિતરણની સાથે બાળકોના પોષણ સ્તરના મોનીટરીંગ માટેના રજીસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું હતુ. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ પુરક પોષણમાંથી બનાવવામાં આવેલ વાનગીઓનું નિદર્શન તેમજ પૂર્વ પ્રાથમિક તથા પુર્ણા યોજનાની પ્રવૃત્તિઓનું નિદર્શન કર્યું હતુ.

        આ પ્રસંગે બાળ વિકાસ સમિતીના અધ્યક્ષ રેખાબેન એરવાડીયા, પ્રાંત અધિકારી એસ.જે.ખાચર, પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ, તથા મોટી સંખ્યામાં જિલ્લાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ઉપસ્થિત રહયાં હતા.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat