


મોરબી વાંકાનેર હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રેલર હાઈવે પરથી સાઈડમાં ધસી આવ્યું હતું મોરબી નજીક હાઈવે પર આવેલી કોટક મહિન્દ્રા બેંક સાથે અથડાયું હતું. બેંકની દીવાલ સાથે ટ્રેલર અથડાયા બાદ પલટી મારી ગયું હતું જેમાં ટ્રેલરના ચાલક રવીન્દ્રકુમાર હિરઈ (ઉ.વ.૨૨) રહે. ગાંધીધામ વાળાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જોકે ડ્રાઈવર ઝોકું ખાઈ ગયો હતો કે અન્ય કારણોસર ટ્રેલર બેંક સાથે અથડાયું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ ચલાવી છે.