મોરબીમાં અંગદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો

 

પી.જી.પટેલ કોલેજ–મોરબી અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે પી.જી.પટેલ કોલેજ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નામાંકિત ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અંગદાન અંગે જન-જાગૃતિ આવે અને વિધાર્થીઓ અંગદાન નું મહત્વ સમજી શકે તેમજ અન્યો ને પણ જાગૃત કરી શકે તે માટે ઉપરોક્ત બંને નિષ્ણાંતો દ્વારા ખાસ સેશન લેવામાં આવ્યું હતુ. અંગદાન કઈ રીતે થઇ શકે, એક વ્યક્તિનું અંગદાન કેટલા લોકોને નવજીવન આપી શકે, તે અંગેની તબીબી બાબતો ની સચોટ અને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ કલબના PDG ચંદ્રકાંત દફતરી, VDG રમેશ રૂપાલા, પ્રમુખ રાજેશ સરડવા, તેમજ લાયન્સ કલબના ઘણા હોદેદારો અને પી.જી.પટેલ કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યકમ દરમિયાન પ્રોજેક્ટ ચેરમેન અને મોરબીના ENT સર્જન ડો. પ્રેયસ પંડ્યાએ વિશેષ માર્ગદર્શન પૂરું પડ્યું હતું.કાર્યક્રમના અંતે તમામ લોકો એ અંગદાન અંગે જાગૃતિ ફેલાવા અને અંગદાન ની મુહિમ માં સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ લીધો હતો.

Comments
Loading...
WhatsApp chat