વાંકાનેરના રાતીદેવળી નજીક વૃક્ષ ધરાશાયી થતા દબાઈ જવાથી વૃદ્ધનું મોત થયું 

 

        વાંકાનેરમાં રાત્રીના ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો રવિવારે મોડી રાત્રીના વરસાદ શરુ થયો હતો અને ભારે પવનને પગલે રાતીદેવલી ગામ તરફથી મામા દેવના મંદિર પાસે એક પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું ત્યારે અહીંથી પસાર થતા વૃદ્ધ પર ઝાડ પડતા વૃદ્ધનું દબાઈ જવાથી ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મોત થયું હતું

 

વાંકાનેર શહેર નજીક રાતીદેવલી ગામ પાસે રાજકીય આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું જેમાં મોરબીથી હાજરી આપવા આવેલ જગદીશભાઈ ડાયાભાઇ કોટક (ઉ.વ.૬૫) રહે શનાળા રોડ મોરબી વાળા વૃદ્ધ મામાદેવ મંદિર પાસેથી પસાર થતા હોય ત્યારે પીપળાનું વૃક્ષ પડતા તેઓ વૃક્ષ નીચે દબાઈ ગયા હતા જેથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat