જુના ઝઘડાનો ખાર રાખી આમરણ ગામે વૃદ્ધ પર હુમલો

મોરબીના આમરણ ગામે રવિવારે જૂની અદાવતનો ખાર રાખી બાવાજી વૃદ્ધને એક ઇસમેં માર મારી ધમકી આપ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આમરણ ગામના રહેવાસી હરેશભાઈ ઉર્ફે હસમુખભાઈ નિમાવત (ઊ.વ. ૫૮) નામના વૃદ્ધે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કાદરમિયા બુખારી બુખારી રહે. આમરણવાળાએ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી આમરણ બસ સ્ટેન્ડ નજીક તેણે ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોરબી તાલુકા પોલીસે વૃદ્ધની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat