Billboard ad 1150*250

મોરબી જિલ્લાનો ઓકટોબર માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

0 59
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ઓકટોબર-૨૦૧૯ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૪/૧૦/૨૦૧૯ના રોજ સવારે ૧૧ વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો આગામી ૧૦મી ઓકટોબર સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકા મથકે મામલતદાર કચેરીમાં યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્ર્નો તેમને પહોંચતા કરવાના રહેશે તેમજ ગ્રામ સ્વાગતમાં ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો કે રજૂઆત અંગેની અરજી ‘‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’’ તેમ લખીને સંબંધિત ગામના તલાટી-મંત્રીને સંબોધીને પહોંચતી કરવાની રહેશે.  

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક મળશે

        મોરબી જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી ૧૮/૧૦/૨૦૧૯ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠક અંગેના ૧ થી ૬ પત્રકો જિલ્લા કક્ષાના અધિકારીઓને ૧૦ તારીખ સુધી કલેક્ટર કચેરી ખાતે મોકલી આપવાના રહેશે અને આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓએ જરૂરી વિગતો સાથે જાતે જ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીએ જણાવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat