થોરાળા ગામના પાટીયા પાસે ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમ ઝબ્બે

 

મોરબી તાલુકાના થોરાળા ગામના પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને તાલુકા પોલીસે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે થોરાળા ગામના પાટીયા પાસે આરોપી જગમલભાઇ ભગવાનજીભાઇ ધોળકીયા રૂપિયા ૧૮૭૫ ની કિંમતની પાંચ નંગ વિદેશી દારૂની બોટલ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat