


મોરબીના આમરણ ગામ પાસેથી જામગરી બંદુક સાથે એક ઈસમને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યો છે.
બનાવની મળતી વિગત મુજબ એસ.ઓ.જી.પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે પોલીસ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ ભરતસિંહ રાણાને ચોક્કસ બાતમી મળી હતી કે, સબીર અકબર સૈયદ એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે આમરણ ગામ પાસે છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી સબીર રૂપિયા ૧૫૦૦ની કિમતની દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં, રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, સતિષભાઇ ગરચર, આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

