


મોરબી તાલુકાના ધૂળકોટ- આમરણ ગામે શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીમાંથી એક દેશી બનાવટની બંદુક અને ૨ છરી જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પ્રાથમિક શાળા નજીક જીજે ૧૨ સીડી ૮૭૯૧ વાળી સ્કોર્પિયો ગાડીમાં રહેલ બે અજાણ્યા ઇસમો પોલીસને જોઇને નાશી છુટતા પોલીસને ગાડી શંકાસ્પદ જણાતા તલાસી લેતા તેમાંથી દેશી બનાવટની બંદુક કીમત રૂ.૨૦૦૦૦, ૨ નંગ છરી કીમત રૂ.૫૦ મળી આવતા સ્કોર્પિયો ગાડી કીમત રૂ.૧૫૦૦૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એન.જે. રાણાએ ફરિયાદી બનીને વધુ તપાસ આર.જે.જાડેજા ચલાવી રહ્યા છે.

