Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના રાણેકપર ગામે જીલ્લા કોંગ્રેસ ઓબીસીની વિસ્તૃત કારોબારી બેઠક મળી  

 

હળવદ તાલુકાના રાણેકપર ગામે ગુજરાત પ્રદેશ ઓ.બી.સીના ચેરમેન ઘનશ્યામભાઇ ગઢવીની સૂચના મુજબ મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સીના પ્રમુખ રાજુભાઈ આહિરના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી વિભાગની વિસ્તૃત કારોબારીની મિટિંગ બોલવામાં આવી હતી હળવદ તાલુકા કૉંગ્રેસ ઓ.બી.સી પ્રમુખ જીલુભાઈ પરમાર તેમજ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ બાબરિયાની મેહનતથી મોરબી જિલ્લાની વિસ્તુત કારોબારીની મિટિંગ યોજાય હતી તેમજ હળવદ તાલુકા કૉંગ્રેસ ના 50 જેટલા નવનિયુક્ત હોદેદારોની નિમણુકો આપવામાં આવી હતી

આ તકે મોરબી જિલ્લા ઓ.બી.સી પ્રમુખ રાજુભાઇ આહિર દ્વારા સંગઠન વધુ મજબૂત કરી આવનારી જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠક પર કોંગ્રેસને વિજયી બનાવવા હાકલ કરી હતી

જે કાર્યક્રમમાં હળવદ તાલુકા પ્રમુખ ડો. રાણા, મોરબી જિલ્લા પ્રભારી ડો. દિનેશભાઇ પરમાર, મોરબી જીલ્લા ઓ.બો.સી પ્રભારી પ્રવીણભાઈ  મૈયડ, મોરબી જિલ્લા પ્રમુખ જ્યંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા ઓ.બી.સી મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, નારણભાઈ સોનાગરા,  હેમાંગભાઈ રાવલ, મહિપાલસિંહ ઝાલા તેમજ ટંકારા, હળવદ, માળીયા અને મોરબી તાલુકાના હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat