મોરબી તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ




મોરબી તાલુકા ભાજપ કારોબારી બેઠક આજરોજ સાસંદ મોહનભાઇ કુંડારીયાના કાર્યાલય ખાતે મળી હતી જે કારોબારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી કેન્દ્ર સરકારને ૯ વર્ષ પૂર્ણ થતા હોય જેથી ૩૦ મેથી ૩૦ જુન સુધી લોકસભા વિસ્તારમાં વિશેષ જનસંપર્ક અભિયાન યોજવાની જાહેરાત પણ કરવામાં આવી હતી
તાલુકા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામા યોજાયેલ કારોબારી બેઠકમા જીલ્લા ભાજપ પ્રમુખ, પુર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા, જયુભા જાડેજા, તથા મોરબી તાલુકા ભાજપના મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા



