મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કસોટીનું અનેરું આયોજન

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        અગાઉ વર્ષ ૨૦૧૬ માં આદર્શ માતા કસોટીનું આયોજન કરવામાં આવેલ જે સફળ આયોજનના ત્રણ વર્ષ બાદ વર્ષ – 2019 માં સમગ્ર મોરબી જિલ્લા માટે આદર્શ માતા કસોટી બાળ રોગ નિષ્ણાંત ડો. સતીશ પટેલ અને કોમનમેન ફાઉન્ડેશન – મોરબી દ્વારા આયોજન થઈ રહ્યું છે જેમાં મોરબી જિલ્લાની કોઈપણ મહિલા કે જેમને ઓછામાં ઓછું એક સંતાન અને વધુમાં વધુ ત્રણ સંતાન હોય અને એક સંતાન સાત વર્ષથી નાનું હોય એવી મહિલાઓ ભાગ લઈ શકશે, તેમજ આંગણવાડી કાર્યકર, ડોકટર, નર્સ, આશા વર્કર, બાળ રોગ નિષ્ણાંતની પત્ની વગેરે ભાગ નહિ લઇ સકે

        આદર્શ માતા કસોટી શા માટે ? આયોજનનું સ્વરૂપ કેવું હશે ? આદર્શ માતા કસોટીનો સિલેબસ શું હશે ? ભાગ લેવા માટે શું કરવું ? ફોર્મ ક્યાં ભરવું ?કસોટી ક્યારે હશે ? આવા તમામ પ્રશ્નોના જવાબ માટેની, આયોજનના સમજ માટેની, આયોજનની જાણ માટેની એક મીટીંગનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામ સંચાલિત સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, જી. આઈ. ડી.સી. નવા બસ સ્ટેન્ડની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે તા.9.6.19 ને રવિવારના રોજ સાંજે 5.00 વાગ્યે રાખેલ છે જેમાં આદર્શ માતા કસોટીમાં સવયસેવક તરીકે સેવા આપવા માંગતા ભાઈઓ બહેનોને હાજર રહેવા જણાવ્યું છે 

Comments
Loading...
WhatsApp chat