

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પી.જી.પટેલ કોલેજમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રના વિકાસમાં યુવાનોનું પ્રદાન, સોશ્યલ મીડિયા : વરદાન કે અભિશાપ, ભારતની સૌથી સળગતી સમસ્યા, શું આપણે આઝાદીને લાયક છીએ ખરા ? શું સ્ત્રીઓને પુરુષ સમોવડી બનવું જોઈએ ? વગેરે જેવા પ્રવર્તમાન મુદાઓ પર વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે મોરબીના ઝીંદાદિલ અને યુવા આદર્શ એવા દિવ્યભાસ્કરના બ્યુરો ચીફ રોહન રાંકજા હાજર રહ્યા હતા.કાર્યક્રમને અંતે રોહનભાઈએ વિધાર્થીઓમાં વક્તુત્વ કળા ખીલવવા માટે ટીપ્સ પણ આપી હતી.આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વકતૃત્વ સ્પધામાં પ્રથમ ક્રમે અગ્રવાલ રોનક(T.Y. B.COM),દ્રિતીય ક્રમે પરમાર વિજય(T.Y. B.COM),અને ત્રીજા ક્રમે ઝાપડા નારુ(F.Y. B.B.A.) તથા ડાભી રોહિત(F.Y. B.COM) વિજેતા બન્યા હતા.આ કાર્યક્રમને સફળ બનવવા કોલેજના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.