રસોઈ પીરસવા બાબતે વૃદ્ધ પર છુટા પથ્થર વડે હુમલો

મોરબીના વાડી વિસ્તારમાં ઘરે પ્રંસગ હોય જ્યાં રસોઈ પીરસવા બાબતે બોલાચાલી બાદ મારમારી થયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ બાવરાની વાડી વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ મોતીભાઈ પરમાર (ઉ.૬૫) પોતાના ભાઈ વસંતભાઈના ઘરે પ્રસંગમાં હતા ત્યારે આરોપી ઉમેશ રહે- માધાપર, ઉમેશનો મિત્ર ચિરાગ અને અન્ય મિત્રએ રસોઈ પીરસવ બાબતે બોલાચાલી કરીને પરસોતમભાઈ સાથે ઝધડો કરી બાદ ઉશ્કેરાય જઈને આરોપીઓએ છુટા પથ્થર તથા ઈંટના ઘા કરતા પરસોતમભાઈને માથામાં ઈજાઓ પહોચી હતી અને મોટર સાઈકલ પર પણ છુટા પથ્થરના ઘા કરતા નુકશાની થયાની ફરિયાદ પરસોતમભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat