


વિઘ્નહર્તા, દુંદાળા દેવ ગણપતિ આરાધનાના પર્વ એવા ગણેશ ચતુર્થીની સૌરાષ્ટ્રભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ભક્તો ગણપતિ દેવની પૂજા, અર્ચન અને આરતી કરી ભક્તિભાવથી પર્વ ઉજવી રહ્યા છે જોકે દર વર્ષે પીઓપી મૂર્તિનું ચલણ વધતું જાય છે અને પીઓપી મૂર્તિ નદીમાં ઓગળતી ના હોય જેથી પાણી પ્રદુષિત થાય છે અને પર્યાવરણને નુકશાન પહોંચી રહ્યું છે મોરબી પંથકમાં શેરીએ ગલીએ ગણપતિ પંડાલમાં મૂર્તિનું સ્થાપન કરીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે
જોકે સર્વત્ર પીઓપીમાંથી બનેલી ગણપતિ મૂર્તિ જોવા મળે છે જે પર્યાવરણ માટે નુકશાનકારક હોય જેથી મોરબીના શનાળા રોડ પર રહેતા બંસીબેન સેઠ અને સામાકાંઠા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ પરમાર સહિતના જાગૃત નાગરિકો ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી રહ્યા છે વળી ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ બનાવી તે વેચાણ કરતા નથી પરંતુ મિત્રો અને સગા સ્નેહીઓને ભેટ સ્વરૂપે આપી રહ્યા છે સાથે જ પર્યાવરણ જાગૃતિ માટે તમામને જાગૃત કરી રહ્યા છે હાલ જે પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનતી ગણપતિ ની મૂર્તિ પર્યાવરણને નુકશાનકારક છે ગણપતિ મહોત્સવ બાદ ગણેશ મૂર્તિ વિસર્જન કરવાની પરંપરા છે જેથી નદીઓ કે સમુદ્રમાં ગણપતિની મૂર્તિ પધરાવી દેવામાં આવે છે
જોકે પીઓપીમાંથી બનેલી મૂર્તિ પાણીમાં ઓગળતી નથી જેથી પાણી દુષિત થાય છે જયારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એટલે કે માટીમાંથી બનેલી ગણેશ મૂર્તિ પાણીમાં ઓગળી જાય છે તો વળી પર્યાવરણ પ્રેમી આ મૂર્તિને ફૂલછોડ ક્યારામાં પણ ઉપયોગ કરી સકે છે જેથી પર્યાવરણ બચાવી સ્કાય છે
જુઓ વિડીયો………….