Billboard ad 1150*250

ટંકારામાં ભગવાન વિષે અપશબ્દોની ઓડિયો કલીપ વાયરલ મુદે ગુન્હો નોંધાયો

0 281
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પોલીસે આઈટી એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો

Post ad 2

        ટંકારા પંથકમાં થોડા દિવસો પૂર્વે ભગવાન વિશે અપશબ્દો બોલવા હોય તેવો ઓડિયો વાયરલ થયો હતો જે ઓડિયો મામલે ટંકારા પોલીસ મથકમાં આઈટી એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ ચલાવી છે.

        ટંકારાના હડમતીયા ગામના રહેવાસી રાહુલભાઈ દલપતભાઈ ઉર્ફે દલાભાઈ ચાવડા (ઉ.વ.૩૦) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી પાલનપીર જગ્યામાં મેળાનું આયોજન ના કરી સકે તે માટે આરોપી નાગજી ગેલાભાઈ ચૌહાણ રહે સાવડી તા. ટંકારા વાળાએ દોઢેક વર્ષ પહેલા બાબા સાહેબ આંબેડકરના સમ આપી દેશી દારૂ પીવડાવી નશા તળે લાવીને કોઈ માણસના મોબાઈલ નંબર આપી તે માણસ ડો. બાબા સાહેબ તેમજ સંવિધાન વિરુદ્ધ બોલે છે કહી ફોન પર ગાળો આપવાનું કહી ભગવાન વિષે અપશબ્દો બોલાવી ઓડિયો કલીપ બનાવી હતી

અને ઓડિયો કલીપ આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં લઈને વીસેક દિવસ પૂર્વે ચારિત્ર્ય વિષે ખરાબ અસર થાય અને ફરિયાદીને બીજી જ્ઞાતિના લોકો સાથે દુશ્મનાવટ થાય અને માર મારે તેવા ઈરાદાથી બીભત્સ ઓડિયો કલીપ વાયરલ કરી ગુન્હો કર્યો હતો ટંકારા પોલીસે આઈટી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ સીપીઆઈ વી ડી બ્રહ્મભટ્ટ ચલાવી રહ્યા છે.   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat