Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં કલેકટરને આવેદન પાઠવી વકફ અધિનિયમ ૧૯૯૫ રદ કરવા માંગ કરાઈ

મોરબી ખાતે એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વક્ફ અધિનિયમ ૧૯૯૫ રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા માંગ કરવામાં આવી છે

આવેદન પત્ર પાઠવીને એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા જણાવ્યું છે કે વકફ બોર્ડ દ્વારા સરકારી, અર્ધ સરકારી જમીન સંપાદન કરી વકફ બોર્ડ સતત વધી જવા પામેલ છે અને ગેરકાયદેસર જમીનનો કબ્જો કરી રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર રચવા ભારતીય બંધારણની ઉપરવટ થઇ વકફ એક્ટ-૧૯૯૫ ની કલમનો દુરુપયોગ કરી કાયદાનો ખુલ્લે આમ ભંગ થતો હોવાનું પ્રતીત થાય છે ત્યારે વક્ફ અધિનિયમ ૧૯૯૫ રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા માંગ ઉઠાવવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat