રાજકોટથી બસમાં હળવદ જતા પૌઢને છાતીમાં દુખાવો ઉપડતા મોત થયું

 

રાજકોટના રહેવાસી ૫૦ વર્ષીય પૌઢ બસમાં બેસીને હળવદ જવા નીકળ્યા હોય ત્યારે ટંકારાથી મોરબી વચ્ચે પહોંચતા છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં પૌઢનું મોત થયું છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રૈયા રોડ પર રહેતા પારસભાઈ ભીખાભાઈ કાલાવડીયા (ઉ.વ.૫૦) રાજકોટથી હળવદ એસટી બસમાં બેસીને હતા હોય ત્યારે ટંકારા પહોંચ્યા બાદ મોરબી આવતા તેમને છાતીમાં દુખાવો ઉપડતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હત મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ એ ડીવીઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat