કેરાળા-હરીપર ગામે પ્રવેશોત્સવ યોજાયો

પ્રવેશોત્સવના પહેલા જ દિવસે કેરાળા-હરીપર ગામે ધોરણ ૧ માં પ્રવેશ પામતા બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો હતો  જેમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લાના ડેપ્યુટી કલેકટર દમયંતીબેન બારોટ, પ્રમુખ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ રમેશભાઈ જાકાસનિયા, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા તેમજ સી.આર.સી. મેઘનાથી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેરાળા તથા હરીપર પ્રાથમિક શાળાના ધોરણ ૧ માં પ્રવેશ મેળવતા બાળકોને શાળામાં મોં મીઠું કરાવી તેમજ સ્કુલ કીટ આપીને શાળામાં પ્રવેશ અપાયો હતો.

 

 

બહોળી સંખ્યામાં વાલીઓની હાજરી હતી. શ્રી દમયંતીબેન બારોટે જણાવ્યું હતું કે બાળકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને સુરક્ષિત હોય તો તેમનું ભાવી ઉજ્જવળ થઇ શકે. તેમજ ગત વર્ષે ધોરણ ૧ થી ૮ માં પ્રથમ આવનાર બાળકોનું સન્માન પણ કરવામાં આવેલ હતું. કેરાળા પ્રા. શાળા ના ડૉ.પ્રવીણદાન ગઢવીએ  GPSC પરીક્ષા પાસ કરેલ હોય તેઓનું સન્માન પણ કરવામાં આવેલ હતું. તેમજ શાળાના દાતાઓ કે જેઓ એ શાળામાં મફત યુનિફોર્મ તેમજ સ્કુલ સ્ટેશનરી કીટ આપેલ હતી તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

બાળકોના શારીરિક વિકાસ માટે હેલ્થી નાસ્તા માટે કેરાળા શાળાના પ્રિન્સીપાલ કિશોરભાઈ એ મધ્યાહન ભોજન યોજનામાં પોતાનું સ્વ-યોગદાનની તત્કાલ જાહેરાત કરતા પણ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા કેરાળા શાળાના પ્રિન્સીપાલ કિશોરભાઈ ફેફર તેમજ હરીપર શાળાના પ્રિન્સીપાલ દેવકરણભાઈ સુરાણી તેમજ સમગ્ર શિક્ષકગણએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન ચારોલા આંશી તેમજ ચારોલા રોશની દ્વારા કરવામાં આવેલ હતું.

Comments
Loading...
WhatsApp chat