Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયાના વાડા વિસ્તારમાંથી દેશી બંદુક સાથે એક આરોપી ઝડપાયો

 

માળિયા પોલીસ ટીમે વાડા વિસ્તારમાં કાચા રસ્તેથી એક ઈસમને હાથ બનાવટના દેશી તમંચા સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ભટ્ટીની વાંઢમાંથી વાડા વિસ્તાર જવાના કાચા રસ્તેથી આરોપી અલ્લારખા તૈયબ ભટ્ટી (ઉ.વ.૨૩) રહે વાડા વિસ્તાર પાછળ માળિયા વાળાને સિંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચો કીમત રૂ ૫૦૦૦ સાથે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે

જે કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat