મોરબીમાં છેલ્લા ચાર વર્ષથી ટ્રક ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

 

મોરબી બી ડીવીઝન પોલીસ મથકના ટ્રક ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે

મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ મથકના ટ્રક ચોરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી અજયભાઈ ઓમપ્રકાશ યાદવ (ઉ.૩૨) રહે-સ્વામિનારાયણ પાર્ક નવા નરોડા અમદાવાદ વાળાને અમદાવાદ ખાતેથી મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડીવીઝન પોલીસની કામગીરીમાં ભરતભાઈ આપાભાઈ, બ્રિજેશભાઈ બોરીચા, કીર્તિસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ રાંકજા, ચંદ્રસિંહ પઢીયાર, રમેશભાઈ મિયાત્રા સહિતની ટીમે કરેલ છે

Comments
Loading...
WhatsApp chat