Billboard ad 1150*250 Billboard ad 1150*250

લજાઈ ગામ નજીક ફેકટરીમાં અકસ્માતે દાઝી જતા યુવાનનું મોત

ટંકારાના લજાઈ ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતી વેળાએ અક્સમાંતે દાઝી જતા યુવાનને પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

ટંકારાના લજાઈ ગામ નજીક આવેલ વેલીટેક્સ ટાઈલ્સ નામના કારખાનામાં રાજેશ ધનજીભાઈ પટેલ નામનો યુવાન ગત તા.૨૮-૭ ના રોજ કામ કરતો હોય દરમિયાન ડાઈંગનું ઢાંકણું ખોલવા જતા તેમાંથી નીકળેલ વરાળના કારણે ગંભીર રીતે ઘવાયો હતો જેને પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જયાં ગત તા.૧ ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવની નોંધ ટંકારા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat