



હળવદના ધનશ્યામપુર રોડ પર ગત રાત્રીના અક્સમાત થયો છે જેમાં બાઈક સવાર યુવાનનું ધટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના ધનશ્યામપુર રોડ પર ગત રાત્રીના અક્સમાત સર્જાયો હતો જેમાં હળવદની રઘુનંદન સોસાયટીમાં રહેતા યુવાન બંટીસિંગ મણીસિંગ રાજપૂત (ઉ.૩૭) નું ધટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ મામલે તપાસ કરતા હળવદ પોલીસ મથકના વનરાજસિંહ બાબરિયા સાથે વાત-ચિત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવાન બાઈક લઈને જતો હોય દરમિયાન યુટીલીટી સાથે અથડાયો હતો અને તેનું ધટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



