

મોરબી-રાજકોટ હાઇવે પર અકસ્માતો ની હાર-માળ સર્જાય છે ત્યારે અનેક લોકો પોતાના જીવ ગુમાવાએ છે તો કેટલાય ને ઇજા થાય છે ત્યારે ગત રાત્રીના ટંકારા નજીક ટ્રક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી હતી.
ટંકારા નજીક આવેલ આર્ય વિધાલય પાસે ગત રાત્રીના ટ્રક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત ની જાણ થતા જ ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતમાં ઈજાગ્રસ્ત મણિલાલ કઢીલા, જશુબહેન દેવાભાઇ અને એક અજાણ્યા વ્યક્તિને ઈજાઓ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં તજવીજ હાથ ધરી હતી અને અકસ્માત બાદ સર્જાયેલ ટ્રાંફિક હળવો કરવાવવામાં આવ્યો હતો.જો કે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે હજાઉ સુધી જાણવા મળ્યું નથી



