


મોરબી જીલ્લો બન્યા બાદ જીલ્લા કક્ષાની કચેરીઓ બની રહી છે જેમાં જીલ્લા પોલીસવડાની નવી કચેરીનું બાંધકામ ચાલી રહ્યું હોય જેમાં અકસ્માતે મજુર ચોથા માળેથી નીચે પટકાતા મજુરને ઈજા પહોંચી છે.
મોરબીના સામાકાંઠે આવેલી જીલ્લા કલેકટર કચેરી નજીક નવી જીલ્લા પોલીસવડાની કચેરીનું બાંધકામ ચાલી રહ્યું છે જે બાંધકામની દીવાલ અચાનક તૂટી જતા ચોથા માળે દીવાલ પર ચડીને ચણતર કરી રહેલા મજુર નીચે પટકાતા તેણે ઈજા પહોંચી હતી અને તાકીદની અસરથી સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો જોકે નવી બની રહેલી બિલ્ડીંગના બાંધકામની દીવાલ અચાનક તૂટી પડતા બાંધકામની ગુણવત્તા સામે પણ સવાલો ઉપસ્થિત થાય છે

