માળિયાના પીપળીયા ગામે રિક્ષા અને ટેન્કર વચ્ચે અકસ્માત : બે ઘાયલ


માળિયા જામનગર હાઈવે ઉપર રાજકોટથી વહેલી સવારે નિકળી પીપળીયા સુરાપુરાના દર્શને આવતા રાજકોટ ના પરીવાર ને પીપળીયા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. સ્થાનિક લોકો ના જણાવ્યા અનુસાર રાજકોટથી કોઈ અજાણ્યો પરીવાર પીપળીયા સીએનજી રિક્ષા લઇને મંદિરે દર્શન કરવા આવી રહ્યા હતા. તે દરમ્યાન પાછળથી આવતા ટેન્કર સાથે પાછળથી ઠોકર લાગતા રીક્ષા ચાલક સહિત બે લોકોને નાની મોટી ઈજાઓ પહોચી હતી ત્યા હાજર સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા. ટેન્કર અને રીક્ષા વચ્ચે અકસ્માત ના ઈજા થયેલ લોકોના જણાવ્યા અનુસાર રીક્ષા પીપળીયા ગામ આવતા ચાલકે અચાનક રીક્ષાનો વણાક લેતા પાછળથી આવતા ટેન્કર ચાલકે સમય ચુકતા વાપરી ટેન્કરને રોંગ સાઇડમાં લઇને રાજકોટના પરીવારનો આબાદ બચાવ કર્યો હતો . સ્થાનિક લોકો પાસેથી જણાવ્યા અનુસાર ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર પ્રાઇવેટ વાહન બોલાવી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે મોરબી હોસ્પિટલેમાં લઈ ગયા છે.