



મોરબી-રાજકોટ હાઈવે અવારનવાર લોહી લુહાણ બને છે ત્યારે આજે ફરી મીતાણા નજીક ક્રુઝર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં કારમાં સવાર લોકોને ઈજા પહોચી હતી.
મોરબી-રાજકોટ હાઈવે પર મીતાણા નજીક ક્રુઝર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો.બનાવની જાણ થતા ૧૦૮ની ટીમ ધટના સ્થળે પહોચી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવ અને ૧૦૮ ટીમના સલીમભાઈ અને ઇકબાલભાઈ સાથે વાત-ચિત કરતા તેમને જણાવ્યું હતું કે કાર ચાલક આગળ જતા ટ્રકને ઓવરટ્રક કરવા જતા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને તુફાન ગાડીના પાછળનાં ભાગે ઠોકર મારી હતી.તેમજ આ અકસ્માતમાં કારમાં સવાર સર્ગભા મહિલાને વધુ ઈજા પહોચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં તજવીજ હાથ ધરી છે તો અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોચી હતી.



