


મોરબી શહેર અને જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાની કૃપા વરસી છે સોમવારે મોરબી જિલ્લામાં મેઘસવારી શરૂ થયા બાદ મોડી રાત્રીના ફરીથી મેઘાએ જોરદાર બેટિંગ કર્યું હતું
મોરબી શહેર અને વાંકાંનેરમાં સોમવારે સાંજ સુધીમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને સાંજના વિરામ બાદ રાત્રીના 12 પછી ફરી મેઘાએ તોફાની બેટિંગ શરૂ કરતાં રાત્રીના 12 થી 2 વાગ્યા દરમિયાન મોરબી 54 વાંકાનેર 59, ટંકારા 21 મિમી વરસાદ નોંધાયો હતો
મોરબી જિલ્લા છેલ્લા 24 કલાક ના વરસાદ ના આંકડા
1). મોરબી 128 મીમી
2). વાંકાનેર 110 મીમી
3). હળવદ 00
4). ટંકારા 63 મીમી
5). માળીયા 52 મીમી

