Billboard ad 1150*250

મોરબીમાં શ્વાનોના આતંક વચ્ચે સિવિલ હોસ્પીટલમાં કાયમી શ્વાનોના અડ્ડા

0 102
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ગત માસે અસંખ્ય કેસો વચ્ચે હોસ્પિટલમાં અડ્ડો

Post ad 3

જમાવતા શ્વાનને રોકવા હોસ્પિટલ તંત્રની બેદરકારી

        મોરબીમાં જીલ્લા કક્ષાની સરકારી હોસ્પીટલન હાલ બેહાલ જોવા મળી રહ્યા છે અનેક અસુવિધાઓ માટે પંકાયેલી સિવિલ હોસ્પિટલમાં અગવડોની ભરમાર જોવા મળી રહી છે તો હોસ્પિટલમાં શ્વાનો પણ અડ્ડો જમાવીને બેસતા હોય છે જેને રોકવા માટે તંત્ર બેદરકારી દાખવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે

        મોરબી પંથક અને જીલ્લામાં ગત મેં માસમાં શ્વાનોનો આતંક જોવા મળ્યો હતો હડકાયા કુતરાનો શિકાર બનેલા અનેક બાળકો, નાગરિકો સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને એક માસમાં ઘણા બધા કેસો નોંધાયા હતા તો બીજી તરફ મોરબીની સિવિલ હોસ્પિટલમાં કાયમીના ધોરણે શ્વાનો અડ્ડો જમાવીને બેસતા હોય છે ઈમરજન્સી વોર્ડમાં તેમજ હોસ્પિટલમાં ગમે ત્યાં શ્વાનો અડ્ડો જમાવીને આરામ ફરમાવતા જોવા મળે છે જોકે શ્વાનોને હોસ્પિટલમાં આવતા રોકવા કે હોસ્પિટલમાંથી કાઢવા માટે ક્યારેય હોસ્પિટલ તંત્ર પરસેવો પાડતું નથી

જેથી હોસ્પિટલ સારવાર માટે આવતા દર્દીઓ હમેશા શ્વાનોથી ડર અનુભવતા હોય છે અને એક તરફ જ્યાં શ્વાનોના આતંકનો ભોગ બનેલા નાગરિકો ઇન્જેક્શન માટે આવતા હોય ત્યારે હોસ્પિટલમાં જ શ્વાનોને જોઇને ગભરાઈ જતા હોય છે પરંતુ હોસ્પિટલના સ્ટાફથી લઈને અધિક્ષક સુધી કોઈ પાસે આવું વિચારવાનો કે દર્દીની મુશ્કેલી સમજવાનો સમય ના હોય તેવું લાગી રહ્યું છે કાયમી શ્વાનો અડ્ડો જમાવીને હોસ્પિટલમાં આરામ ફરમાવતા હોય છે તે દ્રશ્યો જોઇને હોસ્પિટલ તંત્રને ક્યારે શરમ આવશે તેવા સવાલો પણ નાગરિકો ઉઠાવી રહયા છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat