Billboard ad 1150*250

મોરબી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓ માટે એમ્બ્યુલન્સ સેવા

0 38
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા માઁ આશાપુરાની પદયાત્રા દરમિયાન તા.૨૩ થી હાઈ વે પર વિનામુલ્યે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરવામા આવશે

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરાની આરાધનાએ જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પ યોજવામા આવે છે. પ્રવર્તમાન વર્ષે ભુજ-નખત્રણા હાઈવે પર માનકુવા મુકામે ભવ્ય સેવા કેમ્પનુ આયોજન તા.૨૩-૯ થી ૨૮-૯ દરમિયાન કરવામા આવ્યુ છે. જેમા એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ સેવા, ચા-પાણી-નાસ્તો તેમજ ભોજન પ્રસાદની સેવા ૨૪ કલાક પ્રદાન કરવામા આવશે. પદયાત્રા દરમિયાન અકસ્માતના સંજોગોમા એમ્બ્યુલન્સ સેવા મળી રહે તે હેતુસર સંસ્થા દ્વારા હાઈ વે પર તા.૨૩ થી સતત એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવામા આવશે. અકસ્માત સમયે એમ્બ્યુલન્સ સેવા મેળવવા ૯૮૨૫૦૮૨૪૬૮, ૯૮૨૫૩૨૬૭૨૯ પર સંપર્ક કરવા સંસ્થાના ટ્રસ્ટી હરીશભાઈ રાજાની યાદીમા જણાવ્યુ છે.

આ સેવા કેમ્પ ને સફળ બનાવવા સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, પોલાભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, રાજુભાઈ કાવર, જયેશભાઈ કંસારા, ફીરોઝભાઈ, નવીનભાઈ માણેક, દીનેશ સોલંકી, હસુભાઈ દેત્રોજા, પ્રવિણભાઈ ધામેચા અને નીર્મીતભાઈ કક્કડ સહીતના સંસ્થાના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat