અમરનાથ આતંકી હુમલાની ભાજપ-કોંગ્રેસે ટીકા કરી દિવંગતોને શ્રદ્ધાસુમન પાઠવ્યા

તાજેતરમાં અમરનાથ યાત્રામાં ગયેલા શ્રદ્ધાળુઓની બસ પર રાક્ષસી આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં સાત શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા જયારે અનેક ઘાયલ થયા હતા જે આતંકી હુમલાની તમામ સ્થળે નિંદા કરવામાં આવી રહી છે  તો દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરાઈ રહ્યા છે. મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે જયારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવરે આતંકવાદનો ભોગ બનેલા દિવંગતોના આત્માની શાંતિ માટે સાંજે નહેરુ ગેઇટ ચોકમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં દિવંગતને શ્રદ્ધાસુમન અર્પણ કરીને આતંકવાદી સામે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા, ઘનશ્યામભાઈ જાકાસણીયા, મુકેશભાઈ ગામી  સહિતના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat