



મોરબી એસટી ડેપોની કામગીરીથી મુસાફરો તો ખુશ હોતા નથી પરંતુ ખરાબ અને ખખડધજ બસોથી એસટીના ડ્રાઇવર અને કંડકટર પરેશાન જોવા મળતા હોય છે આટલું ઓછું હોય તેમ અધિકારીઓની જોહુકમીથી પણ નારાજગી જોવા મળે છે ડેપો મેનેજરના આવા જ નિર્ણયથી એસટીના ડ્રાઇવર માં રોષ જોવા મળી રહ્યો છે
મોરબીના અયોધ્યાપુરી રોડનું કામ હાલ ચાલી રહ્યું હોય અને આ રોડ જ્યાં પૂર્ણ થાય છે તે આસ્વાદ પાન નજીકથી શરુ થતા વનવે પાસે દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે તો અયોધ્યાપુરી રોડના કામને પગલે એક્સપ્રેશ બસો બાયપાસથી ડાયવર્ટ કરી દેવામાં આવી છે પરંતુ લોકલ રૂટની બસો ફરજીયાત જુના બસ ડેપોથી જ ચલાવવાના અધિકારીના આગ્રહને પગલે એસટીના ડ્રાઇવર પરેશાન જોવા મળી રહયા છે કારણકે જુના બસ ડેપોથી બહાર નીકળતા જ રોડનું કામ ચાલી રહ્યું હોય જેથી ભારે હાલાકી ભોગવવી પડે છે
તો નામ ના આપવાની શરતે એસટી માં ફરજ બજાવતા ડ્રાઇવરે જણાવ્યું છે કે હાલ રોડનું કામ ચાલે છે તેટલો સમય બસો બાયપાસથી ચલાવવા માટે ડેપો મેનેજરને રજુઆત કરી હતી પરંતુ જુના બસ ડેપોથી જ બસ ચલાવવાનો આદેશ આપ્યો છે જે યોગ્ય ના હોવાનું જણાવ્યું છે તો આ મામલે એસટી ડેપો મેનેજરનો સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે સંપર્ક થઇ શક્યો નથી



