Billboard ad 1150*250

માળિયાના સુલતાનપુર ગામે પીવાના પાણીની નવી લાઈન મંજુર કરો

0 32
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

ગ્રામ પંચાયત દ્વારા ડીડીઓને રજૂઆત

        માળિયા તાલુકાના સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની લાઈન નવી મંજુર કરવાની માંગ સાથે જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે

        શ્રી સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા ડીડીઓને કરેલી લેખિત રજુઆતમાં જાણાવ્યું છે કે સુલતાનપુરમાં કેનાલમાંથી જુના સુલતાનપુર સીધી પીવાનાં પાણીની લાઈન આશરે 60 વર્ષથી પણ જુની છે અને સીમેન્ટની લાઈન હોવાના કારણે અવાર નવાર લાઈન ખેતરોમાં તુટી જાય છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. બીજી તરફ ગામમાં પીવાના પાણી માટે મુશ્કેલી સર્જાઈ છે. તો આ સીમેન્ટની પિવાના પાણીની લાઈન બંધ કરીને આ ૧૭૦૦ ફૂટ જેવી લાઈન હોય જે પીવીસી પાઈપલાઈન મંજુર કરીને નાખવાની માંગ કરી છે તેમજ જુદી જુદી કચેરીમાં રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat