

સરકાર દ્વારા તાજેતરમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાપર્ણ કરીને લોકો માટે ખુલ્લું મુક્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે મોરબીથી પ્રવાસીઓને જવા માટે બસની સુવિધા આપવાની માંગ કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકર મનુભાઈ પટેલે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નવનિર્માણ પામેલી પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી લેસર શો સાથે નર્મદા ડેમનો નજારો નિહાળવા માટે મોરબી જીલ્લાની પ્રજા ઉત્સુક છે અને મોરબીથી કેવડીયા જવા માટે ડાયરેક્ટ એસટીની સુવિધા નથી જેથી જો ડાયરેક્ટ બસની સુવિધા આપવામાં આવે તો મોરબીના નાગરિકો ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે જઈ સકે છે અને પ્રવાસન સ્થળમાં યાત્રિકોનો વધુ ઘસારો થશે અને મોરબી જીલ્લાના નાગરિકોની માંગણીને ધ્યાને લઈને સીધી બસ સેવા શરુ કરવામાં આવે તેવી માંગ કરી છે



