Billboard ad 1150*250

મોરબીમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ-સોલીડ વેસ્ટ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવણી

0 60
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી નગરપાલિકાના સ્ટોર્મ વોટર ડ્રેનેજના રૂ પાંચ કરોડનો પ્રોજેક્ટ ગાંધીનગર જી.યુ.ડી.એમમાં મંજુરી માટે પડતર હતો તે અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનમાં રૂબરૂ રજુઆતો કરીને આ પ્રોજેક્ટને મંજુર કરાવતા વરસાદી પાણીના નિકાલની જૂની પાઈપલાઈનોની મરામત તેમજ નવી પાઈપલાઈનો કનેકટ કરીને મોરબી શહેરના જુદા જુદા છ વિસ્તારોમાં પ્રોજેક્ટની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરી સકાય તે માટે સ્ટેટ એન્યુઅલ એક્શન પ્લાન હેઠળ મંજુરી મળી છે

        તે ઉપરાંત મોરબી નગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટેની માંગણી પડતર હતી તે અંગે પણ ધારાસભ્યે તેમજ નગરપાલિકાએ તા. ૧૩-૦૬-૧૯ ના વિગતે રજૂઆત કરી હતી તે મુજબ મોરબી નગરપાલિકાનો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટેનો રીવાઈઝડ ડીપીઆર રૂ ૧૨.૮૯ કરોડ હાઈ પાવર કમિટી દ્વારા મંજુર કરાયો છે જે પૈકીની ૬ કરોડની ફાળવણી પ્રથમ તબક્કામાં કરાવવામાં સફળતા મળી છે આમ સુકો અને લીલો કચરો અલગ અલગ કરી ડોર ટૂ ડોર કચરા કલેક્શનની કામગીરીને વધુ વેગ મળશે શહેરને સ્વચ્છ રાખવા કચરાને અન્યત્ર ડમ્પિંગ કરવામાં પણ સુગમતા રહેશે

        વધુમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ શહેરી વિકાસના સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ મોરબી નગરપાલિકાને રસ્તાઓ તેમજ માળખાકીય સુવિધાના કામો મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થાય તે માટે જરૂરી વધારે અને પુરતી ગ્રાન્ટ વહેલી તકે ફાળવવા અને ૧૪ માં નાણાપંચનું છેલ્લું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે રૂ ૮ કરોડ અને ૨૭ લાખની મળવાપાત્ર ગ્રાન્ટ પણ મોરબી પાલિકાને સમયસર ફાળવાય તેવી સ્વચ્છ ભારત મિશન ડાયરેક્ટરને રૂબરૂ મળીને ભારપૂર્વક માંગણી કરી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat