


હળવદ પોલીસે બોલેરો કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી લઈને કાર અને દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન ચરાડવા નજીકથી પસાર થતી બોલેરો કાર નં જીજે ૩૪ ટી ૦૩૩૪ ને આંતરી તેની તલાશી લેતા કારમાંથી ૨૫ બોટલ વિદેશી દારૂની બોટલ મળી આવતા હળવદ પોલીસે દારૂનો જથ્થો અને બોલેરો પીકઅપ કાર મળીને ૨,૫૭,૫૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી બાબુભાઈ કડિયાભાઈ રાઠવા રહે. છોટાઉદેપુર અને યુસુફ વોરા રહે. છોટા ઉદેપુર એ બંને આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

