

સૌરાષ્ટ્ર ઝોન પાસ સમિતિની બેઠકમાં કરાયું એલાન
લોકસભા ચુંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો ચુંટણી જંગ જીતવા દોડધામ કરી રહ્યા છે ત્યારે આગામી લોકસભા ચુંટણીમાં કેવું સ્ટેન્ડ રાખવું તેની રણનીતિ ઘડવા માટે આજે પાસ સમિતિની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી
પાટીદાર અનામત આંદોલન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા આજે આમરણ નજીક બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં પાસ કન્વીનર મનોજ પનારા, મનોજ કાલરીયા, ગીતા પટેલ, વંદના પટેલ સહિતના જીલ્લા અને તાલુકા કન્વીનર, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, તમામ કેસો પરત ખેંચવા, શહીદ પરિવારોને નોકરી, સહિતના મુદે ચર્ચા ઉપરાંત લોકસભા ચુંટણીમાં પાસનું સ્ટેન્ડ પણ નક્કી કરવાના એજન્ડા સાથે બેઠક યોજવામાં આવી હતી જે બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે પાસના યુવાનો ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે અને પાટીદાર યુવાનો શહીદ થયા છે ત્યારે તમામ ૨૬ બેઠકો પર ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે
સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાત, સહિતના વિસ્તારમાં પાસની બેઠક યોજાશે અને ૧૦૦૦ વિસ્તારકો ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે અને વિધાનસભા ચુંટણી માફ્ક ભાજપને હરાવવા માટે પ્રચાર કરશે વિધાનસભામાં ૧૫૦ ની ડંફાસ મારનાર ભાજપને ૯૯ પર સીમિત કરી હતી અને હવે લોકસભા ચુંટણીમાં પણ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાનું એલાન કર્યું છે ત્યારે ફરી એક વખત પાસના યુવાનો ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થાય તો નવાઈ નહિ