



ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલબિહારી વાજપેયીજીનું દુઃખદ અવસાન તા.16/08/2018 ના રોજ થયું છે. દેશની 125 કરોડથી વધુ લોકોના પ્રિય અટલબિહારી વાજપેયીજી આપણાં “અટલજી”ના અવસાનથી દેશને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરમ શ્રદ્ધેય અટલજીને શ્રદ્ધા સુમન અર્પણ કરવા “સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભા” મોરબી જિલ્લા મથક ખાતે તા. 25 ને શનિવારના સવારે 0૯ : ૩૦ કલાકે, નવા બસ સ્ટેન્ડ સામે રાખવામા આવેલ છે.
આ “સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભા” માં તમામ પાર્ટીના અગ્રણીઓ તેમજ તમામ ધાર્મિક અને સમાજ સેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, તમામ જાતિ-ધર્મના ધર્મ ગુરૂઓ, તમામ એસોશીએશન અને વેપારી મંડળના પ્રમુખો અને પ્રતિનિધિઓ તેમજ ડોક્ટરો, શિક્ષકો, વકીલો અને પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના સૌ પત્રકાર મિત્રો તેમજ મોરબી શહેર તથા ગ્રામ્યના પ્રજાજનો તેમજ માળીયા શહેર તથા ગ્રામ્યના સૌ પ્રજાજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાર્થના સભામાં શ્રદ્ધા સુમન અર્પણ કરશે.
તે ઉપરાંત તાલુકા કક્ષાએ પણ “સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભા” રાખવામા આવેલ છે. જેમાં હળવદ તાલુકાની તા. ૨૫ ને શનિવારના રોજ સાંજે ૦૪ કલાકે બ્રાહ્મણ સમાજ ભોજન શાળા ખાતે રાખેલ છે અને ટંકારા તાલુકાની “સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભા” તા. ૨૫ ને શનિવારના રોજ સાંજે ૦૪ કલાકે સ્વામી દયાનંદ સરસ્વતી જન્મ સંસ્થાન ખાતે રાખેલ છે. વાંકાનેર તાલુકાની “સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભા” તા. ૨૮ ને મંગળવારના રોજ ગાયત્રી મંદિર ખાતે રાખવામાં આવેલ હોય શ્રદ્ધા સુમન અર્પણ કરવા પ્રાર્થનાસભામાં સૌને ઉપસ્થિત રહેવાનું મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલની યાદીમાં જણાવામાં આવે છે.



